પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે જોરદાર મુકાબલો
IPL 2025ની શરૂઆત એક રસપ્રદ મુકાબલા સાથે થવા જઈ રહી છે, જેમાં પંજાબ કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચથી પંજાબ કિંગ્સ પોતાના નવા કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં નવા અભિયાનની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે ગત સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું, ત્યારે આ વખતે તેઓ વિજયી શરૂઆત કરવા માટે ઉત્સુક છે.
ગુજરાત ટાઇટન્સ ભલે 2022ની ચેમ્પિયન ટીમ હોય, પરંતુ પંજાબ કિંગ્સ હજી સુધી IPLનું ખિતાબ જીતી શક્યું નથી. આ વખતે પંજાબે ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપી છે, જેમણે પોતાની કેપ્ટનશિપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સને ગત સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું. હવે શ્રેયસ માટે પંજાબની ટ્રોફી જીતવાની લાંબા સમયની રાહ પૂરી કરવાનો પડકાર છે. IPLના સફળ કેપ્ટનોમાં ગણાતા શ્રેયસે અગાઉ 2020માં દિલ્હી કેપિટલ્સને ફાઇનલ સુધી પહોંચાડ્યું હતું.
સંભવિત પ્લેઇંગ ઇલેવન:
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, સાઈ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા.
પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ, જોશ ઈંગ્લીસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કો જાનસેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
બંને ટીમો આ મુકાબલામાં જીત મેળવીને IPL 2025માં સકારાત્મક શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતરશે.