અમદાવાદમાં ગંદકી કરનારા સામે AMCની કાર્યવાહી, 77 એકમોને નોટિસ
અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ હેઠળ સઘન તપાસ હાથ ધરી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાં 26 અને 27 માર્ચના રોજ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ 140 જેટલા એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ગંદકી ફેલાવતા 77 એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે અને તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, વિભાગે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 2.4 કિલોગ્રામ જથ્થો પણ જપ્ત કર્યો છે અને ગંદકી કરનારાઓ પાસેથી રૂપિયા 57 હજારનો દંડ વસૂલ કર્યો છે. AMC દ્વારા આ પ્રકારની કાર્યવાહી નિયમિત રીતે કરવામાં આવે છે, જેથી શહેરની સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વસ્થ વાતાવરણ મળી રહે. ભવિષ્યમાં પણ ગંદકી ફેલાવનારા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.