રાષ્ટ્રીયવેપાર

કેન્દ્ર સરકાર લાવશે સહકારી ટેક્સી સેવા, ડ્રાઇવરોને થશે સીધો ફાયદો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરશે. આ સેવામાં કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોકો જોડાઈ શકશે અને તેમને થનારો તમામ નફો સીધો જ મળશે, કોઈ કમિશન લેવામાં નહીં આવે. અમિત શાહે જણાવ્યું કે અત્યાર સુધી ટેક્સી સેવાઓનું કમિશન મોટા લોકો પાસે જતું હતું, હવે ડ્રાઇવરોને સીધો લાભ થશે. તેમણે આને ‘સહકારી ક્રાંતિ’ ગણાવી. આ સેવા થોડા મહિનામાં શરૂ થશે અને ટૂંક સમયમાં એક સહકારી વીમા કંપની પણ બનશે.
ઓલા અને ઉબેર જેવી કંપનીઓના કમિશનથી પરેશાન ડ્રાઇવરો માટે આ રાહતના સમાચાર છે. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં આ સેવા પરિવહન વ્યવસ્થાને વધુ સુગમ બનાવશે અને ડ્રાઇવરોની આવકમાં વધારો કરશે. સહકારી મોડેલથી ડ્રાઇવરો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x