ગંગટોક ખાતે NCUI દ્રારા સહકારીતા સંવર્ધન વિકાસ પરિષદ યોજાઈ
સિક્કિમના સહકાર મંત્રી અરૂણકુમાર ઉપ્રેતિ, ચંદ્રપાલસિંહ યાદવ, સિકિકમ વિધાનસભાના ઉપાધ્યક્ષા રાજકુમારી થાપા, સિક્કિમ સ્ટેટ કો.-ઓપ. યુનિયનના અધ્યક્ષ મંગલજીત રાય, સહકારીતા સચિવ સુ.શ્રી ગ્લોરીયા નામચુ, એન.સી.યુ.આઈ. ગર્વનીંગ કાઉન્સીલના સભ્યશ્રીઓ સહિત ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતી. દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકાર ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા સિક્કિમ રાજયના વિકાસમા મહત્વની ભૂમિકા નિભાવવા તત્પર છે તેમ ભારત દેશના ઠંડા સરહદી પ્રદેશના પાટનગર ગંગટોક ખાતે એનસીયુઆઈ આયોજીત સહકારીતા સંવર્ધન કાર્યશાળાને સંબોધતા અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતું. તેઓએ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સહકારી પ્રવૃતિ વધુમા વધુ લોકભોગ્ય અને સક્ષમ બને, તંદુરસ્ત ખેત ઉત્પાદન મેળવે,
જમીન સરાયણમૂકત બને તે દિશામા અસરકારક પહેલ કરવાપર ભાર મૂકયો હતો, સહકારીતા સંવર્ધન વિકાસ પરિષદનું ઉદ્ધાટન સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ દ્રારા કરવામાં આવેલ આ તકે સિક્કિમના સહકાર મંત્રી અરૂણકુમાર ઉપ્રેતિ, ચંદ્રપાલસિંહ યાદવ, સિકિકમ વિધાનસભાના ઉપાધ્યક્ષા રાજકુમારી થાપાના અભિવાદન સાથે, સિક્કિમ સ્ટેટ કો.-ઓપ. યુનિયનના અધ્યક્ષ મંગલજીત રાય, સહકારીતા સચિવ સુ.શ્રી ગ્લોરિયા નામચુ, એન.સી.યુ.આઈ. ગર્વનીંગ કાઉન્સીલ ના સભ્યશ્રીઓ સહિત ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતી.
સંઘાણી એ વધુમા જણાવેલ કે, સિક્કિમ ક્ષેત્રના વિકાસમા સહકારને સામેલ કરી કૃષિ, પશુપાલન, પ્રવાસન અને આત્મનિર્ભર યોજનાઓને ગતિશિલ બનાવવા આહ્વાન કરવા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન “સહકાર થી સમૃધ્ધિ’ તરફ આગળ વધવા સંઘાણીએ જણાવ્યું હતું. સહકારિતા સંવર્ધન કાર્યશાળા કાર્યક્રમમા દિલીપ સંઘાણી પ્રદેશોમાં ચાલતી વિવિધ સહકારી પ્રવૃતિઓની સવિશેષ જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, સિક્કિમ ક્ષેત્રમા સહકારી પ્રવૃતિ પણ સારો વિકાસ જોઈ રહી છે અને તેથી તે દિશામા સહકારી સંવર્ધન કાર્યશાળાઓ અગ્રીમ ભૂમિકા નિભાવશે તેવો એકસુર વ્યકત થયો હતો તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ છે.