સાઉદી અરેબિયામાં આજે ઈદ, ભારતમાં 31 માર્ચે ઉજવાશે
સાઉદી અરેબિયામાં શનિવારે ઈદનો ચાંદ દેખાતા આજે, 30 માર્ચે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે. સાઉદીમાં રમઝાનનો મહિનો ભારત કરતાં એક દિવસ વહેલો શરૂ થયો હતો, જે 1 માર્ચથી હતો. જેના કારણે ભારતમાં ઈદનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ પછી એટલે કે પરમદિવસે, 31 માર્ચના રોજ ઉજવવામાં આવશે.
સામાન્ય રીતે દર વર્ષે સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ ભારતમાં એક દિવસ પહેલા દેખાય છે અને તેના કારણે તહેવારની ઉજવણીમાં એક દિવસનો તફાવત રહે છે. જો કે, ઈદની તારીખનો અંતિમ નિર્ણય ચાંદ દેખાવા પર જ નિર્ભર કરે છે. આ વર્ષે સાઉદીમાં ચાંદ દેખાતા રવિવારે ઈદની ઉજવણી થશે અને ભારતમાં સોમવારે આ પવિત્ર તહેવાર મનાવવામાં આવશે.