ખેડૂતો માટે ખુશખબર: સરકાર મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરશે
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે, ભારત સરકારે મકાઈ, બાજરી, જુવાર અને રાગીના લઘુતમ ટેકાના ભાવ નક્કી કર્યા છે. આ પાકોની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
ટેકાના ભાવ:
* મકાઈ: રૂ. 2,225 પ્રતિ ક્વિન્ટલ
* બાજરી: રૂ. 2,625 પ્રતિ ક્વિન્ટલ
* જુવાર (હાઇબ્રિડ): રૂ. 3,371 પ્રતિ ક્વિન્ટલ
* જુવાર (માલદંડી): રૂ. 3,421 પ્રતિ ક્વિન્ટલ
* રાગી: રૂ. 4,290 પ્રતિ ક્વિન્ટલ
બોનસ:
* બાજરી, જુવાર અને રાગી પર પ્રતિ ક્વિન્ટલ રૂ. 300 નું બોનસ પણ મળશે.
નોંધણી અને ખરીદીની તારીખો:
* નોંધણી: 1 એપ્રિલ, 2025 થી 30 એપ્રિલ, 2025 સુધી
* ખરીદી: 1 મે, 2025 થી 15 જુલાઈ, 2025 સુધી
ખેડૂતો તેમના પાકને વેચવા માટે ગ્રામ્ય સ્તરે VCE દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. નાયબ જિલ્લા મેનેજર, ગુ. રા. ના. પુ. નિ. લી., દ્વારા તમામ ખેડૂતોને નોંધણી કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.