ગુજરાત

ગુજરાતના વાહનચાલકો માટે મોંઘવારીનો માર: 1 એપ્રિલથી ટોલના ભાવમાં વધારો

ગુજરાતના વાહનચાલકો માટે ખર્ચ વધારનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અનેક ટોલ પ્લાઝા પર આગામી 1 એપ્રિલ, 2025થી ટોલ ટેક્સમાં વધારો થવા જઈ રહ્યો છે. આ ભાવ વધારો ₹5 થી શરૂ થઈને ₹40 સુધીનો હોઈ શકે છે, જે સીધી રીતે વાહનચાલકોના ખિસ્સા પર અસર કરશે.

ખાસ કરીને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર, જીપ માટે ટોલ ₹135 થી વધીને ₹140 અને બસ, ટ્રક માટે ₹465 થી વધીને ₹480 થશે. અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે 48 પર પણ વધારો થશે, જેમાં વડોદરાથી આણંદ કારનો ટોલ ₹50 થી ₹55 અને વડોદરાથી નડિયાદનો ₹70 થી ₹75 થશે. રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર માટે ₹110 અને વાસદથી વડોદરા સુધી ₹160 ટોલ લાગશે. ભરથાણા ટોલપ્લાઝા પર પણ કાર માટે ₹155 ના બદલે ₹160 ટોલ ચૂકવવો પડશે.

આ ઉપરાંત, ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ ટોલના ભાવમાં વધારો થશે. જેમાં કરનાલ, ફરીદાબાદ-પલવલ, ગુરુગ્રામ, મહેન્દ્રગઢ અને જીંદના ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાએ 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થશે, જે વાહનચાલકો માટે મુસાફરી વધુ ખર્ચાળ બનાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x