Ghibli AI ઇમેજ જનરેટરની ધૂમ, વધી ગોપનીયતાની ચિંતા
ChatGPT દ્વારા લોન્ચ થયેલું ઘિબલી સ્ટાઇલનું AI ઇમેજ જનરેટર સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા મેળવી રહ્યું છે. રાજકારણીઓ અને સામાન્ય લોકો પોતાના ઘિબલી-શૈલીના ચિત્રો શેર કરી રહ્યા છે. જો કે, ડિજિટલ પ્રાઇવેસી એક્ટિવિસ્ટ્સ આ ટ્રેન્ડને લઈને ચિંતિત છે.
એક્ટિવિસ્ટ્સનું માનવું છે કે OpenAI આ લોકપ્રિયતાનો ઉપયોગ AI તાલીમ માટે વ્યક્તિગત ફોટા એકત્રિત કરવાના માર્ગ તરીકે કરી શકે છે. તેમના મતે, યુઝર્સ સ્વેચ્છાએ ફોટા અપલોડ કરીને અજાણતાં જ પોતાનો ચહેરાનો ડેટા OpenAI ને આપી રહ્યા છે, જે વેબ સ્ક્રેપિંગના ડેટાથી અલગ છે.
એઆઇ ટેક એન્ડ પ્રાઇવસી એકેડમીના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્વેચ્છાએ ફોટા અપલોડ કરવાથી OpenAI ને પ્રોસેસ કરવાની સીધી સંમતિ મળે છે, જે ગોપનીયતાના નિયમોની દ્રષ્ટિએ અલગ બાબત છે. યુઝર્સે પોતાની ગોપનીયતાનું ધ્યાન રાખવું જરૂરી છે.