ગુજરાત

ટ્રાફિક નિયમો વધુ કડક બનશે: ઈ-ચલણ ન ભર્યું તો લાયસન્સ રદ થઈ શકે છે

ટ્રાફિકના દંડમાં વધારા બાદ સરકાર હવે નિયમોને વધુ કડક બનાવવા જઈ રહી છે. નવા ડ્રાફ્ટ અનુસાર, જો કોઈ વ્યક્તિ ત્રણ મહિના સુધી ઈ-ચલણની રકમ નહીં ભરે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. આ ઉપરાંત, જોખમી ડ્રાઇવિંગ અને રેડલાઇટ પાર કરવા જેવી ત્રણ ભૂલો એક વર્ષમાં કરનારનું લાઇસન્સ ત્રણ મહિના માટે જપ્ત કરવામાં આવશે.

સરકાર આ પ્રસ્તાવ એટલા માટે લાવી રહી છે કારણ કે માત્ર ૪૦ ટકા લોકો જ ઈ-ચલણની ચૂકવણી કરે છે. ચલણની રિકવરી વધારવા અને ખરાબ ડ્રાઇવિંગને રોકવા માટે આ નિયમો કડક કરવામાં આવી રહ્યા છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે મોટા ભાગના લોકો ચલણ ભરતા નથી, જેના કારણે ઈ-ચલણનો હેતુ પૂરો થતો નથી.

એક અન્ય પ્રસ્તાવ મુજબ, જેમના ઓછામાં ઓછા બે ચલણ બાકી હશે તેમના વાહનના વીમા પ્રીમિયમમાં વધારો કરવામાં આવશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ ટ્રાફિક ચલણની સ્થિતિ અંગે રાજ્યો પાસે રિપોર્ટ માંગ્યો હતો. દિલ્હીમાં ઈ-ચલણ સૌથી વધુ જારી થાય છે, પરંતુ રિકવરી માત્ર ૧૪ ટકા છે. લાંબા સમય સુધી ચલણ ન ભરવા પર કોઈ દંડ ન હોવાથી લોકો તેને ટાળે છે. હવે નવા નિયમોથી ડ્રાઇવિંગને લઈને લોકોમાં ગંભીરતા આવશે તેવી આશા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x