મહિલાઓ સાથે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે કાર્યક્રમનું યોજાયો
જિલ્લા મહિલા અને બાળા કચેરી ગાંધીનગર દ્રારા કર્ણાવતી યુનિવર્સિટી મગોડી ગામે મહિલાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાલક્ષી અને મહિલા કાયદાની જાણકારી આપવામાં આવી હતી. કર્ણાવતી યુનિવર્સિટી NSS કોર્ડીનેટરશ્રી અંજલીબેન પટેલ મુખ્ય સેવિકશ્રી સ્નેહલબેન પટેલ, લીડ બેન્ક મેનેજરશ્રી અનિલભાઈ પુરોહિત હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મગોડી ગામના સરપંચશ્રીએ ગામની મહિલાઓને તેમના પોતાના મનોબળ અને મહિલા તાકાત બાબતે ખૂબ ઉડાણ પૂર્વક અને વિસ્તૃત માહિતી આપી હતી. અને મહિલાઓને આગળ વધવાનું આહ્વાન કર્યું હતું.
અને ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન- ગાંધીનગરના સ્ટાફ દ્રારા મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની સમજૂતી આપવામાં આવેલ અને મહિલા અને બાળ વિભાગ દ્રારા અલગ-અલગ યોજનાઓ અંતર્ગત તેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તથા કર્ણાવતી યુનિવર્સિટી NSS કોર્ડીનેટરશ્રી અંજલીબેન પટેલ ગામની મહિલાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા રાખવવા માટે આહ્વાન કરેલ.