રાષ્ટ્રીય

વક્ફ બિલ પર લોકસભાની મહોર! શું રાજ્યસભામાં પણ મળશે મંજૂરી?

ગઈકાલે મોડી રાત્રે લોકસભાએ લાંબી ચર્ચા અને રાજકીય ગરમાવા વચ્ચે વકફ કાયદામાં સુધારા કરતું મહત્વનું બિલ પસાર કર્યું છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા આ બિલને વિપક્ષના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સત્તાધારી પક્ષોના સમર્થનથી તે અંતે મંજૂર થયું. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂએ આ બિલ રજૂ કર્યું હતું, જેના પર બપોરથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. મતદાનના અંતે બિલની તરફેણમાં 288 અને વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. બિલને પાસ કરાવવા માટે લોકસભાની કાર્યવાહીને ત્રણ વખત લંબાવવામાં આવી હતી. હવે આ બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ થવાની શક્યતા છે. ત્યાં મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિની સહી થતાં જ આ કાયદો અમલમાં આવશે. રાજ્યસભામાં આ બિલ પર આજે બપોરે એક વાગ્યે ચર્ચા થવાની છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x