માર્ચ-૨૦૨૫ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ મેહુલ કે.દવે દ્વારા પાસા અન્વયે આરોપીઓની અટકાયત કરવામાં આવી
“પાસા અધિનિયમ” એ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, 1985 નો સંદર્ભ આપે છે, જે જાહેર વ્યવસ્થા માટે હાનિકારક પ્રવૃત્તિઓમાં સામેલ થવાની સંભાવના ધરાવતા વ્યક્તિઓ, જેમાં બુટલેગરો, ખતરનાક વ્યક્તિઓ, ડ્રગ ગુનેગારો અને મિલકત પચાવી પાડનારાઓનો સમાવેશ થાય છે, તેમની નિવારક અટકાયતની મંજૂરી આપે છે.
જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃતિઓ અટકાવવાના ભાગરૂપે, પોલીસ અધિક્ષકશ્રી,ગાંધીનગર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,ગાંધીનગરને દરખાસ્ત મોકલતાં માર્ચ-૨૦૨૫ દરમિયાન કુલ ૦૯ આરોપીઓની પાસા અન્વયે અટકાયત કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.