પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગરને“ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ” એનાયત થયો
નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છેલ્લા ૨૫ વર્ષથી ગાંધીનગરમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા કાર્યક્રમો સાથે સત્તત કાર્યશીલ સંસ્થા રહી છે. વિજ્ઞાનમાં રસરૂચી ધરાવતા વિદ્યાર્થીઓ તથા સમાજના વિવિધ જૂથો માટે વિવિધતા સભર વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરે છે. વિજ્ઞાન શિક્ષણની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો જેવાકે વ્રુક્ષા રોપણ,ઈ-વેસ્ટ કલેક્શન અભિયાન, સ્વરછતા અભિયાન, ઉર્જા સરક્ષણ,જલ જાગૃતિ તથા જલ સંરક્ષણ,આરોગ્ય,પર્યાવરણ જાગૃતિ જેવા કાર્યક્રમો સમયાંતરે કરે છે.
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી(જેડા) સાથે છેલ્લા ૨૫ વર્ષથી ઉર્જા જાગૃતિના કાર્યક્રમો નિસર્ગ સાયન્સ સેન્ટર હાથ ધરે છે. ૨૦૦૪ થી જેડા પ્રેરિત બાલ ઉર્જા રક્ષક કાર્યક્રમ દર વર્ષે ગાંધીનગર જિલ્લાની ૭૦ જેટલી શાળાઓમાં હાથ ધરાય છે.જેમાં આ શાળાના બાળકોને વીજળી અને ઉર્જાનું મહત્વ સમજાવવામાં આવે છે. બાળકોમાં વીજ બચત અને ઉર્જા બચત ના નૈતિક મુલ્યો નાનપણથીજ વિકસે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. છેલ્લા ૨૫ વર્ષમાં ૨૦૦૦ જેટલા કાર્યક્રમો ધ્વારા એક લાખ જેટલા ઉર્જા રક્ષકો તૈયાર કરવાની ઉત્તમ કામગીરી થઇ છે.
ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ ધ્વારા નિસર્ગ સાયન્સ સેન્ટરની પર્યાવરણ ક્ષેત્રના નોધપાત્ર જનજાગૃતિ કાર્યક્રમોને ધ્યાને લઇ કલાયમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી થઇ છે. કલાયમેટ ચેન્જ વિભાગ ધ્વારા તાજેતરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો. કેબીનેટ મંત્રીશ્રી માન.મુળુભાઈ બેરા(પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ) અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી માન. મુકેશભાઈ પટેલ (વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા), કલાયમેટ ચેન્જ વિભાગના સેક્રેટરીશ્રી ડો.રાહુલ ગુપ્તા,ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામકશ્રી અજય પ્રકાશ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી, ડૉ.અનીલ પટેલે આ એવોર્ડ તથા પચાસ હજાર રૂપિયા પુરસ્કારનો ચેક સ્વીકાર્યો હતો.