‘ભારત કુમાર’: મનોજ કુમારે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
ભારતીય સિનેમા જગત માટે એક દુઃખદ સમાચાર છે. દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ‘ભારત કુમાર’ના નામે લોકપ્રિય મનોજ કુમારે અનેક યાદગાર દેશભક્તિની ફિલ્મો આપી છે. તેમના નિધનથી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.