ગાંધીનગરમાં પૂજારી પરિવારની યુવતીએ કર્યો આપઘાત
ગાંધીનગરના સેક્ટર-4/C સ્થિત ગોગા મહારાજના મંદિરના પૂજારી પરિવારમાં શોકનું મોજુ છવાયું છે. પરિવારની 28 વર્ષીય પરિણીત યુવતીએ અગમ્ય કારણોસર મધરાત્રિએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ અકબંધ છે. યુવતીના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. યુવતીના આપઘાતના સમાચાર સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો આઘાતમાં સરી પડ્યા છે.