APMC માણસા ખાતે રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેઇન યોજાયું
APMC માણસા ખાતે તારીખ ૦૭/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા “રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેઇન” નું આયોજન રોડ સેફટી કમિશ્નરશ્રી એસ. એ. પટેલ તથા APMC માણસાના ચેરમેનશ્રી માધુભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત રોડ સેફ્ટી કમિશ્નર શ્રી એસ.એ. પટેલ દ્વારા લોકોને સલામત વાહન ચલાવવાનું મહત્વ સમજાવતા તથા APMC ખાતે આવતા વાહનો તથા ખાસ કરીને રાત્રિના સમયે વાહનો માં રેડિયમ/રીફ્લેક્ટર લગાડી માર્ગ અકસ્માત ઘટાડવા બાબતે લોક જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ તે મને ઉપસ્થિત સર્વને જણાવ્યું હતું કે સતત એક અઠવાડિયા સુધી આ અભિયાન ચલાવી દરેક વાહન પર રેડિયમ લગાડવામાં આવશે જેનો લાભ એપીએમસી ખાતેથી સર્વ લઈ શકે તે માટે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે,રોડ સેફટી ના આ અભિયાન અંતર્ગત ગુજરાત રોડ સેફટી ઓથોરીટી , APMC માણસા,માણસા પોલીસ તથા RTO ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને જાહેર જનતામાં ટ્રાફિક જાગૃતિ વધારવાના આશયથી APMC ખાતે આવેલ વાહનો પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રેડીયમ/રીફ્લેક્ટર ટેપ પણ લગાડવામાં આવી હતી.અને “સલામત ડ્રાઈવિંગ – સુરક્ષિત જીવન” નો સંદેશ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એપીએમસીના વા.ચેરમેનશ્રી બી.કે.પટેલ,ઉપ પ્રમુખશ્રી બાબુજી ઠાકોર,નગર પાલિકાના પ્રમુખશ્રી જ્યોત્સનાબેન વાઘેલા ,ચીફ ઓફિસરશ્રી સતીશ પટેલ તથા RTO ઇન્સ્પેક્ટર કુ.એ.એચ.ભગત,કુ.પી.એમ.પટેલ ,કુ.એ.એસ.ખરાડી (PSI,માણસા)સહિત સ્થાનિક ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવર સમુદાય, ખેડૂતો તેમજ ખેતીવાડીના વાહન વ્યવહાર સાથે સંકળાયેલા નાગરિકો હાજર રહ્યા હતાં.