ગુજરાતમાં શ્રમિકો માટે રાહત, બપોરે 1થી 4 કામકાજ બંધ
ગુજરાતમાં એપ્રિલના પ્રારંભથી જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તાપમાન 43 ડિગ્રીને વટાવી ગયું છે. શ્રમ આયોગે શ્રમિકોને બપોરે 1થી 4 વાગ્યા સુધી ખુલ્લી જગ્યામાં કામ ન કરવા માટે આદેશ જારી કર્યો છે, જે જૂન 2025 સુધી અમલમાં રહેશે. 10 એપ્રિલના રોજ કંડલા એરપોર્ટ પર 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પણ તાપમાન 43.3 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના નિષ્ણાતોએ રવિવાર સુધી આંશિક રાહત અને સોમવારથી ફરી ગરમી વધવાની આગાહી કરી છે.