ઈલેક્ટ્રોનિક્સ પર ‘સેમિકન્ડક્ટર ટેરિફ’ જલ્દી લાગુ થશે: અમેરિકા
અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ઇલેક્ટ્રોનિક સામાન પરના ટેરિફ અંગે મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇલેક્ટ્રોનિક સામાન પરથી ટેરિફ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ લુટનિકે આ નિર્ણયને અસ્થાયી ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ સામાન પર ટૂંક સમયમાં જ ‘સેમિકન્ડક્ટર ટેરિફ’ લાદવામાં આવશે, જે એકથી બે મહિનામાં અમલમાં આવશે. હોવર્ડ લુટનિકે સ્પષ્ટતા કરી કે, અમેરિકાને સેમિકન્ડક્ટર, ચિપ્સ અને ફ્લેટ પેનલ્સની જરૂર છે અને આ તમામ વસ્તુઓનું ઉત્પાદન અમેરિકામાં જ થવું જોઈએ. તેઓએ ભાર મૂક્યો કે, અમેરિકા આ વસ્તુઓ માટે દક્ષિણ એશિયા પર આધાર રાખી શકે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, સેમિકન્ડક્ટર ટેરિફ લાગુ કરીને અમેરિકા એ સુનિશ્ચિત કરશે કે આ ઉત્પાદનોને ફરીથી સ્થાપિત કરવામાં આવે.