દહેગામ નજીક હિટ એન્ડ રન, બાઇક સવાર કાકા-ભત્રીજાને ઇજા
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દહેગામના બહિયલ પાસે ગઈકાલે રાત્રે એક હીટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાઇક પર સવાર કાકા-ભત્રીજાને રોંગ સાઈડથી આવી રહેલા ટ્રક ચાલકે ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતમાં બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કાકાની હાલત ગંભીર જણાતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. દહેગામ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.