ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો, 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 300 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ICGએ જહાજો અને વિમાનો તૈનાત કર્યા હતા. ગુજરાત હવે ડ્રગ્સ હેરફેરનો અડ્ડો બનતો હોય તેવું લાગી રહ્યું છે.