રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ: કોંગ્રેસને મજબૂત કરવાનો પ્રયાસ
અમદાવાદ, 15 એપ્રિલ 2025: કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને નવું જોમ આપવાનો છે. આજે બપોરે 3 વાગે અમદાવાદમાં તેઓ જિલ્લા નિરીક્ષકો સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં 42 AICC અને 183 PCC નિરીક્ષકો ભાગ લેશે, જેમની નિમણૂક 12 એપ્રિલે થઈ હતી.
રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરે પાર્ટીને મજબૂત કરવી જરૂરી છે. આ માટે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા શરૂ થશે, જેનું નિરીક્ષણ આ ઑબ્ઝર્વર્સ કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે આ પગલાંથી સ્થાનિક સ્તરે પાર્ટીનો જનાધાર વધશે.