ગુજરાત ધોરણ 10-12નું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ વહેલા જાહેર થવાની શક્યતા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે.
પરીક્ષા વહેલી લેવાઈ હોવાથી પરિણામ પણ વહેલું આવે તેવી શક્યતા છે. બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે. અખિલેશ યાદવ અને કેજરીવાલે ગુજરાતના શિક્ષણ મોડલ પર પ્રહાર કર્યા હતા. પ્રફુલ પાનસેરિયાએ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.