નાણાંકીય જાણકારી માટે RBIએ શરૂ કરી વોટ્સએપ ચેનલ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાંકીય જાણકારી સરળતાથી લોકો સુધી પહોંચાડવા વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા બેંકિંગ અપડેટ્સ અને નાણાંકીય સમાચાર મળી રહેશે. ચેનલમાં જોડાવા માટે આરબીઆઈ દ્વારા આપેલો QR કોડ સ્કેન કરવાનો રહેશે. આ ચેનલનો હેતુ છેતરપિંડીથી બચાવવા ગ્રાહકોમાં જાગરૂકતા ફેલાવવાનો છે.
આ રીતે જોઈન કરો આરબીઆઈની વોટ્સએપ ચેનલ-
⦁ આરબીઆઈની વોટ્સએપ ચેનલ જોઈન કરવા સૌથી પહેલાં આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ
⦁ હવે વેબસાઈટ પર આપવામાં આવેલું ક્યુઆર કોડ સ્કેન કરો
⦁ આ સિવાય આરબીઆઈ દ્વારા વિવિધ સોશિયલલ મીડિયા પર પણ ક્યુઆર કોડ્સ આપવામાં આવ્યા છે એ પણ સ્કેન કરી શકો છો
⦁ ક્યુઆર કોડ સ્કેન કરતાં જ તમે આરબીઆઈની વોટ્સએપ ચેનલ પહોંચી જશો, જ્યાં જોઈનનું ઓપ્શન દેખાશે
⦁ એક વખત ચેનલ જોઈન કરી લેશો એટલે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી તમામ અપડેટ્સ મળી જશે
⦁ બસ ચેનલ જોઈન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે આરબીઆઈની જે ચેનલ જોઈન કરી છે તે બ્લ્યુ ટીક સાથેની વેરિફાઈડ ચેનલ હોય