ગરમીને ધ્યાને લેતા જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રનો સમય સવારે ૯થી ૫ સુધી રાખવા કલેકટરનો આદેશ
વધતી જઈ રહે ગરમી અને હીટ વેવ ની સમસ્યાને કારણે જાહેર જનતાએ સુરક્ષાત્મક પગલાં લેવા તથા, જરૂર વગર ઘરની બહાર ન નીકળવા કલેકટરશ્રી તથા વહીવટી તંત્ર દ્વારા જન હિતમાં વારંવાર સૂચનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જનસેવા કેન્દ્ર સુધી આવતા અરજદારો આ આકરી ગરમી કે હિટવેવનો ભોગ ન બને તે વાત ધ્યાને લેતા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા જન હિતમાં વધુ એક સાવચેતીનું પગલું લેવામાં આવ્યું છે.
જે મુજબ એપ્રીલ થી જુન સુધી ઉનાળામાં સરેરાશ તાપમાન 40*C થી વધુ હોય છે.તેમજ વારંવાર હીટવેવ એલર્ટ આવતું હોય તે બાબત ધ્યાને લઇ, ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકામાં જનસેવા કેન્દ્રમાં આવતાં અરજદારોને ગરમીમાં મુશ્કેલી ન પડે તે માટે તમામ તાલુકાના જનસેવા કેન્દ્રનો સમય સવારે ૯:૦૦ કલાક થી ૫:૦૦ કલાક સુધી રાખવા તથા તેની જાણ અરજદારોને થાય તે માટે કલેકટર શ્રી દ્વારા એક અખબારી યાદી દ્વારા લોક હિતમાં નગરજનોને જાણ કરવામાં આવી છે.