પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને કાપડની થેલીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ જીવરાજ નાં મુવાડા પ્રાથમિક શાળા ને વર્તમાન આચાર્ય શ્રી બિપીનભાઈ ગોસ્વામીજી નાં અથાક પરિશ્રમ,શાળા નાં સમગ્ર સ્ટાફ નાં નિરંતર પ્રયત્નોથી શાળાના સંપૂર્ણ પરિસરને વિવિધ પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ થી એક મોડલ શાળા તરીકે કાર્યરત છે.શાળામાં ધોરણ એક થી આઠમાં ખૂબજ આનંદ સાથે અભ્યાસ કરતાં એકસો પચાસ વિદ્યાર્થીઓને ગાંધીનગરમાં સર્પ બચાવ અને પક્ષી બચાવનો નિરંતર નિઃશુલ્ક સેવાયજ્ઞ ચલાવતાં પર્યાવરણપ્રેમી નિવૃત્ત બેન્ક મેનેજર પ્રદીપ સોલંકી અને તેમનાં ધર્મપત્ની મનિષા જોષી દ્વારા પલાસ્ટિક મુક્ત રાષ્ટ્ર અભિયાન અંતર્ગત પર્યાવરણ બચાવવાનાં સંદેશ સાથેની કાપડની થેલીનું વિતરણ કરવામાં આવેલ.