ગુજરાતમાં બની શકે છે વધુ એક તાલુકો
ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરીએ થરાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે થરાદના રાહને તાલુકો બનાવવાના સંકેત આપ્યા છે. શંકર ચૌધરીએ કહ્યું છે કે, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે. એના માટેની તૈયારીઓ અલગ અલગ અલગ તૈયારીઓ અત્યારે થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.શંકર ચૌધરીએ કાર્યક્રમમાં સંબોધતા કહ્યું હતું કે, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે. તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે ને એના માટેની તૈયારીઓ અત્યારે થઈ રહી છે. જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે. તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે.