જંબુસર મુસ્લિમ સમાજે પહેલગામ હુમલાના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
જંબુસર: જંબુસર શહેર તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજે પહેલગામ, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. ૨૨/૦૪/૨૫ ના રોજ થયેલા આ હુમલામાં ૨૮ થી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, અને ઘણા લોકો ઘાયલ થયા છે તેમજ કેટલાક સહેલાણીઓ ગુમ છે. આ ઘટનાના વિરોધમાં, જંબુસર એસ. ટી. ડેપો સર્કલ ખાતે મુસ્લિમ સમાજના લોકોએ કાળી રીબીન બાંધી સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ આતંકવાદને વખોડી કાઢ્યો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા અને તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.