પહેલગામના શહીદોને ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રદ્ધાંજલિ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામે સવાસો જથ લિંબચ સમાજ યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ આ ટુર્નામેન્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સનાતની હિન્દુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટના આયોજકો અને યુવાનોએ સાથે મળીને કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. જેમાં શહીદોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવીને તેમને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા યુવા ક્રિકેટરોએ દેશમાં થયેલી આ દુઃખદ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે યોજાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમે એક ગંભીર અને ભાવુક વાતાવરણ ઊભું કર્યું હતું.