યુદ્ધવિરામનું ઉલ્લંઘન: પાકિસ્તાને ફરી દેખાડ્યા પોતાના રંગ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાની અવળચંડાઈ શરૂ કરી દીધી છે. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, ૨૫-૨૬ એપ્રિલની રાત્રે કાશ્મીરની LoC પર પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ દ્વારા કારણ વગર ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. ભારતીય જવાનોએ પણ આ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો છે. જો કે, આ ગોળીબારમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનના ઉલ્લંઘનનો સેનાએ યોગ્ય પ્રતિકાર કર્યો છે.