ગુજરાત

સુરતમાં બેફામ કારે લીધો માસૂમનો ભોગ

સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં બેફામ ઝડપે દોડી રહેલી એક કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર દોઢ વર્ષના એક માસૂમ બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ કાર ચાલક પર રોંગ સાઇડથી આવવાનો આક્ષેપ લગાવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં અન્ય ચાર લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સુરતમાં બેફામ વાહન ચલાવતા લોકોના કારણે થતા અકસ્માતોનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x