અમદાવાદ ઇન્ટરનેશન એરપોર્ટ પરથી 37 કરોડનો ગાંજો ઝડપાયો
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. DRIએ અહીંથી આશરે 37 કરોડ રૂપિયાની કિંમતનો 37 કિલોગ્રામ જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ જથ્થો બેંગકોકથી આવેલા ચાર ભારતીય પ્રવાસીઓ પાસેથી મળી આવ્યો હતો. આરોપીઓએ ખાણીપીણીના પેકિંગમાં છુપાવીને આ ગાંજાની હેરફેર કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં DRI આ મામલે વધુ તપાસ કરી રહી છે.