ગાંધીનગર

ગાંધીનગરમાં પર્યાવરણ સંરક્ષણ સન્માન સમારોહ, ધર્મેશ ગજ્જરનું બહુમાન

ગાંધીનગરના ટાઉનહોલ ખાતે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અનંતા એજ્યુકેશન અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે રામાજીનાછાપરા પ્રાથમિક શાળાના શિક્ષક ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જરને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષક તરીકે ફરજ બજાવવા ઉપરાંત ધર્મેશ ગજ્જરે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીને બિરદાવવા આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ધર્મેશ ગજ્જરે ગાંધીનગર જિલ્લા મુખ્ય સંયોજકની ભૂમિકા પણ સફળતાપૂર્વક નિભાવી હતી. આ પ્રસંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ સચિવ પુલકિતભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x