બિગશોટ ઇવેંટ મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ ખાતે મ્યૂઝિકલ પ્રોગ્રામ યોજાયો
26/04ના રોજ અમદાવાદ દિનેશ હૉલ ખાતે બિગશોટ ઇવેંટ મેનેજમેન્ટ ના ફાઉન્ડર સંજય તન્ના દ્વારા જાનું મેરી જાન ટાઇટલ સાથે એક મ્યૂઝિકલ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ની શરૂઆત માં જન ગણ મન અધિ નાયક જય હે રાષ્ટ્ર ગીત પૂર્ણ સન્માનભેર ગાવામાં આવ્યું હતું અને ત્યારબાદ પહેલગામ ખાતે શહીદ થયેલા નિર્દોષ વ્યક્તિઓ ના આત્મશાંતિ માટે બે મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું.
સંજય તન્નાના આ કાર્યક્રમમા સજદા ધ મેલોડીયસ વાઇબસ અને કે. ડી. મ્યૂઝિકલ ગ્રુપ સપોર્ટમાં રહ્યું હતું. આ કાર્યક્રમનું ખાસ આકર્ષણ એ રહ્યું હતું કે ગાંધીનગરની એક અંધ દીકરી ખુશી પ્રજાપતિએ પોતાની આગવી શૈલીમાં ગીત રજૂ કરી લોકોને ડોલાવ્યા હતા. વર્ષોથી સંગીતક્ષેત્ર સાથે જોડાયેલા અને અનેક સફળ આયોજનો કરનાર સંજય તન્નાએ આ આયોજન પણ લોકો માટે નિશ્વાર્થ ભાવે કર્યું હતું જેથી આજની આ તણાવ ભરી ઝીંદગીમાં લોકો થોડો આનંદ લઈ શકે.
આ કાર્યક્રમમાં સંજય તન્નાના માર્ગદર્શન હેઠળ ભાવેશ વ્યાસના મેનેજમેન્ટ સાથે તથા જયેશ ભાગડેના સંગીતના સથવારે સંજય તન્ના સાથે દોનીકા આચાર્ય, સુતપા રંજન, સીમા પટેલ, મીતા બુહેચા, સેજલ પટેલ, ખુશી અંજારિયા, ખુશી પ્રજાપતિ, દીપા શિંદે, જયેશ દવે, તેજશ શાહ, નીલ દેપલા, ધવલ દવે, ગુરુસિંગ, વિજય તલાટી, નરેન્દ્રસિંહ વાઘેલા તથા રશ્મિ જોશી એ દર્દીલા અને રોમેન્ટિક ગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિન પટેલે કર્યું હતું. સાથે સાથે મંઝિલ નાણાવટી માં ફાઉન્ડેશન અને નગરી ફાઉન્ડેશને આ કાર્યક્રમ ને અંતહપૂર્વક શુભેચ્છા આપી હતી. મીડિયા પાર્ટનર તરીકે ધ કેસરી ટાઈમ્સ ન્યૂઝ ચેનલ રહ્યું હતું.
આ કાર્યક્રમના ખાસ મહેમાનોમાં વિશ્વ હિન્દુ મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યશરાજસિંહ ગોહિલ, યોગગુરુ પ્રવીણમામા, મ્યુઝિક લવર અને સપોર્ટર આનંદભાઈ મહેતા (જમાલભાઈ) પોલીસપોથીના અરુણભાઈ દરજી, આરીયા જીનેસીસના એડવોકેટ ગુપ્તા સાહેબ, એડવોકેટ નિતાબેન પંડિત, ધ કેસરી ટાઈમ્સના પૂજા રાવલ, યશદીપ રાવલ, ગુજરાત કલાવૃંદ અને સંગીત કલાકાર સંગઠનના ચંદ્રેશ સોની, પ્રવીણ પ્રજાપતિ તથા ઇંડિયન એક્સપ્રેસના મેનેજર નીલેશ ધોળકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.