કેપિટલ નર્સિંગ કોલેજ, ચિલોડા ખાતે પ્રથમ વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓ માટે લેમ્પ લાઇટિંગ સમારંભ યોજાયો
કેપિટલ નર્સિંગ કોલેજ, ચિલોડા ખાતે પ્રથમ વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓ માટે પરંપરાગત લેમ્પ લાઇટિંગ સમારંભ યોજવામાં આવ્યો. કેપિટલ નર્સિંગ કોલેજ, ચિલોડા ખાતે પ્રથમ વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓ માટે પરંપરાગત લેમ્પ લાઇટિંગ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ અવસરે ટ્રસ્ટીઓ, અન્ય માન્યવર અગ્રણીઓ, કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. લેમ્પ લાઇટિંગ સમારંભ નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશનાર વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સંકેત છે, જે ફિલોરન્સ નાઇટિંગેલની પરંપરાને અનુસરીને સેવા, કરુણા અને સમર્પણના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરાવે છે. આ સમારંભ દરમિયાન મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા તથા નર્સિંગના વ્યવસાયમાં ઉચ્ચ આદર્શો અને નૈતિકતાનો અમલ કરવાની સલાહ આપી હતી. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યું રહ્યું.