આવતીકાલે ધોરણ 10નું પરિણામ કરાશે જાહેર
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની બોર્ડ પરીક્ષાનું પરિણામ આવતીકાલે, 8 મે 2025ના રોજ સવારે 8:00 વાગ્યે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક નંબર દાખલ કરીને જોઈ શકશે. તદુપરાંત, વિદ્યાર્થીઓ WhatsApp નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે. રાજ્ય શિક્ષણ મંત્રી ડો. કુબર ડિંદોરે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. પરિણામ સંબંધિત તમામ સત્તાવાર માહિતી માટે વિદ્યાર્થીઓને બોર્ડની વેબસાઇટ અને સત્તાવાર હેન્ડલ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.