ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી, જન આધાર મંગલા માર્કેટ કોમ્પ્લેક્સ તથા કલોલ ખાતે ડેનીસ કેમલેબ, છત્રાલ ખાતે સાંજે ચાર કલાકે મોકડ્રિલ યોજાશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આગામી ૭ મેના રોજ ‘એર રેઇડ સાયરન’ સંબંધિત મોકડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. જે અન્વયે આજરોજ જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કલેકટર શ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં આકસ્મિક સ્થિતિમાં પહોંચી વળવા માટે ૦૭ મેના રોજ સાંજે ૪ કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તથા ૦૭:૩૦ થી ૦૮:૦૦ કલાકે બ્લેક આઉટ કરવામાં આવશે,જેમાં જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ,આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે. લોકોએ ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોને આ બાબતે નાગરિકોને સમજૂત કરવામાં આવનાર છે. જિલ્લામાં યોજાનાર મોડેલ ની વાત કરવામાં આવે તો ગાંધીનગર ગિફ્ટ સિટી, જન આધાર મંગલા માર્કેટ કોમ્પ્લેક્સ તથા કલોલ ખાતે ડેનીસ કેમલેબ, છત્રાલ ખાતે સાંજે ૦૪:૦૦ કલાકે યોજાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x