ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બોલાવી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 10:30 કલાકે સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે સરહદી જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા માટે તાત્કાલિક બેઠક યોજશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સરહદી વિસ્તારોમાં વધતી જતી સુરક્ષા પરિસ્થિતિ અને સંભવિત કુદરતી આપત્તિઓના સંદર્ભમાં યોજાઈ રહી છે.
ભારત-પાકિસ્તાન સરહદ પર તાજેતરના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકાર સરહદી વિસ્તારોમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવા માંગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરહદી જિલ્લાઓની વર્તમાન સ્થિતિ, સંભવિત પડકારો અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં, સરહદી સુરક્ષા, કુદરતી આપત્તિઓ, અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.આ બેઠક ગુજરાત સરકારની સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાની તૈયારી દર્શાવે છે.