આવતીકાલની GPSC વર્ગ 2ની પરીક્ષા યથાવત, ચેરમેન હસમુખ પટેલની સ્પષ્ટતા
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આગામી તારીખ 11 મે ના રોજ યોજાનારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) વર્ગ 2 ની પરીક્ષા નિર્ધારિત સમયપત્રક મુજબ જ લેવામાં આવશે. આ અંગે GPSCના ચેરમેન શ્રી હસમુખ પટેલે આજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર માહિતી આપી છે.
તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેવી કોઈ અફવાઓ પર ધ્યાન ન આપવું અને ઉમેદવારોને પરીક્ષાની તૈયારી ચાલુ રાખવા જણાવ્યું છે. ચેરમેનશ્રીની આ જાહેરાતથી પરીક્ષા અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને ઉમેદવારોને રાહત મળી છે.
આમ, જે ઉમેદવારો GPCB વર્ગ 2ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ આવતીકાલે નિયત સમયે અને સ્થળે પરીક્ષા માટે હાજર રહે. કમિશન દ્વારા પરીક્ષા સંબંધિત તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.