ગાંધીનગર જિલ્લામાં ખોદકામની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ
ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી તમામ ખોદકામની પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ નિવાસી અધિક કલેક્ટર, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભારત સંચાર નિગમ લિમિટેડના સહાયક જનરલ મેનેજરશ્રીના પત્રના સંદર્ભમાં લેવામાં આવ્યો છે, જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે ખોદકામની કામગીરી અટકાવવા જણાવવામાં આવ્યું હતું.
આ આદેશની નકલ વિવિધ વિભાગો અને અધિકારીઓને મોકલવામાં આવી છે, જેમાં કાર્યપાલક ઈજનેરશ્રીઓ, મેનેજરશ્રીઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને અન્ય સંબંધિત અધિકારીઓનો સમાવેશ થાય છે.