IPL 2025નું નવું ટાઈમટેબલ કરાયું જાહેર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરાઇ હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થતા BCCIએ IPL 2025નું નવુ શેડ્યૂલ જાહેર કર્યું છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડે સિઝનની બાકીની મેચો 17 મે, 2025 થી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અને IPL 2025ની ફાઈનલ 3 જૂને રમાવાની ઘોષણા કરી છે. આ રહ્યું નવું ટાઈમટેબલ..