ગાંધીનગર

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ૧૨ ની CBSC બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓએ આ વર્ષે સી.બી.એસ.ઈ બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું. ધોરણ ૧૦ માં ૨૫૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ૭૪ વિદ્યાર્થીઓએ ૯૦% થી વધુ ગુણ મેળવ્યા છે. તદ્ઉપરાંત ૩૯ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. એકાગ્ર મહેશ્વરીએ ૯૯.૪% સાથે પ્રથમ સ્થાન, દેલીશા ભાવિન વૈદે ૯૮.૮% સાથે બીજું સ્થાન અને હર્ષ જયેશકુમાર ભોજવાણીએ ૯૮.૨% સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ધોરણ ૧૨ની સી.બી.એસ.ઈ બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. હ્યુમિનિટીસમાં માહી દોશીએ ૯૫.૬%, કોમર્સ માં હેમાંશ વાધવાણીએ ૯૫% અને સાયન્સમાં પ્રિન્સ તિલખવાલ એ ૯૩.૬% સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, ત્રણેય સ્ટ્રીમમાં કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. શાળા સંચાલન વિદ્યાર્થીઓની આ અદ્ભુત સફળતા બદલ તેઓને અને તેમના પરિવારોને હાર્દિક અભિનંદન પાઠવે છે અને શિક્ષકોના માર્ગદર્શન તથા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x