અરવલ્લી તોલમાપ વિભાગનો સપાટો, મધુમતી તેલના વેપારીઓની તપાસ
અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડની દુકાનોમાં વેચાતા,મધુમતી સોયાબીન તેલના ડબામાં તેલની ઘટ હોવાની ગ્રાહકો એ કરેલી વેપારીઓને ફરિયાદને લઈ અરવલ્લી જિલ્લા તોલમાપ વિભાગના અધિકારી દ્વારા મોડાસા માર્કેટયાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી છે.તેલના ડબા દીઠ 300 ગ્રામ જેટલા તેલની ઘટ હોવાનું અને ડબા દીઠ 40 રૂપિયા ની લૂંટનો કારસો હોવાનું તોલમાપ ના અધિકારીની તપાસમાં સામે આવ્યું છે.મોડાસા GIDC ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરાશે,આ પહેલા પણ મોડાસાની અન્ય એક ફેક્ટરીમાંથી તિરૂપતિ બ્રાન્ડેડ તેલના સ્ટીકર લગાવી નકલી તેલ ની ફરિયાદ નોંધાઇ હતી.જોવાનું એ રહેશે શુ કાર્યવાહી થાય છે.કારણકે તંત્રના પાપે જનતા લૂંટાય છે.