ઈન્ફોસિટી સ્કૂલ & ઈન્ફોસિટી જૂનિયર સાયન્સ કોલેજમાં ધો-10/12 ના વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણનો ક્રાર્યક્રમ યોજાયો
ઈન્ફોસિટી સ્કૂલ & ઈન્ફોસિટી જૂનિયર સાયન્સ કોલેજ, સરગાસણ યુનિટમાં તા.10/05/2025ને શનિવારના રોજ ધોરણ-10 અને ધોરણ- 12 સાયન્સ (ગુજરાતી માધ્યમ & અંગ્રેજી માધ્યમ) ના વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ (એવોર્ડ)નો ક્રાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ (ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ) બોર્ડ પરીક્ષામાં અમારી શાળાના 94 વિદ્યાર્થીઓમાંથી 02 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 14 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. શાળાનું પરિણામ 94 % આવેલ. ધોરણ-10 (ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ) બોર્ડ પરીક્ષામાં અમારી શાળાના 71 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 17 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. જેમાં ગુજરાતી/અંગ્રેજી માધ્યમનું પરિણામ 100% આવેલ.
અમારી શાળાના ધોરણ-10માં અને ધોરણ- 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડથી નવાજવામાં આવ્યાં હતાં. આ પ્રોગ્રામમાં તેજસ્વી તારલાઓના વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રોગ્રામમાં તેજસ્વી તારલાઓને તેમના ઉજવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના અંતે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં ઈન્ફોસીટી જૂનિયર સાયન્સ કોલેજ, સરગાસણના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દલસાણીયા સર, પ્રમુખ શ્રી વૈષ્ણવસર, સંસ્થાના હાયર સેકેન્ડરીના પ્રિન્સીપાલ અમિતામેડમ તથા કો.- ઓર્ડિનેટર શ્રી રાહુલ સર તેમજ ઈન્ફોસીટી સ્કૂલ, સરગાસણના પ્રિન્સીપાલ પ્રવિણામેડમ અને સુપરવાઈઝર દિપ્તીમેડમના નેતૃત્વ હેઠળ તથા તમામ શૈક્ષણિક સ્ટાફના શિક્ષકમિત્રોના સંપૂર્ણ સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યો હતો અને તેમણે દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.