અમિત શાહની ગાંધીનગર મુલાકાત: વિકાસકાર્યોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 17 મે, 2025ના રોજ ગાંધીનગરની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અનેક વિકસકાર્યોનું લોકાર્પણ કરશે. તેઓના પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરાયો છે જે મુજબ, તેઓ 17 મે ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. વાવોલમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે.
ત્યાર બાદ સેક્ટર 21-22માં 22 જોડતા અન્ડરબ્રીજનું લોકાર્પણ કરશે. પેથાપુરમાં નવા આરોગ્ય કેન્દ્ર અને બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરશે. કોલવડામાં નવા તળાવનું લોકાર્પણ 5:20 કલાકે અને વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત 5:30 કલાકે કરશે. અમિત શાહના આ કાર્યક્રમો થકી ગાંધીનગરના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાશે. આ લોકાર્પણોથી સ્થાનિક નાગરિકોને આરોગ્ય, પરિવહન અને અન્ય સુવિધાઓમાં સુધારો થશે.