દહેગામના બુટલેગર સામે કડક કાર્યવાહી:ખૂનની કોશિશ અને એટ્રોસિટીના આરોપી સુરદીપસિંહ ઝાલાને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલાયો
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે દહેગામના લીમ્બચફળી ગામના બુટલેગર સુરદીપસિંહ ઝાલાને પાસા હેઠળ ભુજની પાલારા જેલમાં મોકલ્યો છે. આરોપી સુરદીપસિંહ વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો કેસ નોંધાયેલો છે. સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે.
રેન્જ DIG વિરેન્દ્રસિંહ યાદવ અને SP રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શનમાં એલસીબીના PI ડી.બી. વાળાની સૂચનાથી ASI વિરભદ્રસિંહ રાણાએ આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. ચાલુ વર્ષે આરોપીએ પોતાના ભાઈ અને સાગરિત સાથે મળીને દહેગામ વિસ્તારના એક નાગરિક પર જીવલેણ હુમલો કર્યો હતો. અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં પણ તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. DGP ગુજરાત રાજ્યના આદેશ અનુસાર આગામી સમયમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરતા વ્યક્તિઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.