ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને કરાની આગાહી

દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ પ્રતિ કલાક 60 કિમી સુધી પહોંચી શકે છે. આ વરસાદથી લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની શક્યતા છે. IMD દ્વારા આ રાજ્યો માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *