સાદરામાં ઓપરેશન સિંદૂરની ભવ્ય ઉજવણી, તિરંગાયાત્રામાં ભાજપના કાર્યકરો અને નાગરિકો જોડાયા
ગાંધીનગર જિલ્લાના સાદરા ગામમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી નિમિત્તે એક ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાદરા ડેરીથી શરૂ થયેલી આ યાત્રા મુખ્ય બજારમાંથી પસાર થઈને ટાવર ચોક સુધી પહોંચી હતી. આતંકીઓને હંફાવનારા વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે યોજાયેલી આ તિરંગાયાત્રામાં સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. યાત્રાના માર્ગ પર ઠેરઠેર પુષ્પવર્ષા કરીને તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તિરંગાયાત્રામાં ભાજપના અગ્રણી કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં જિલ્લા સદસ્ય દિલીપભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ નિયલ પટેલ, મહામંત્રી લાલભાઈ દેસાઈ, મહિલા મોરચા પ્રમુખ દિવ્યાબેન ચૌધરી, તાલુકા સદસ્ય પૂજાબેન પટેલ, સાદરા ગામના સરપંચ મહેશભાઈ રાવલ, જિલ્લા તકેદારી બલદેવભાઈ ગોહિલ, માજી મંત્રી વિરેન્દ્ર ગીરી ગોસ્વામી, તાલુકા સદસ્ય કાળુજી રાઠોડ, ગાંધીનગર તાલુકા સદસ્ય ચેતનાબેન ચૌહાણ અને પંકજ રાવલ સહિત સાદરા, માધવગઢ, ચંદ્રાલા, કલ્યાણપુર, મોતીપુરા અને આસપાસના ગામોના અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ યાત્રાને સફળ બનાવી હતી.