સુરત: “તુર્કી” નામ પર વિવાદ, સાંસદ મુકેશ દલાલની નામ બદલવા રજૂઆત
સુરત: સુરત શહેરમાં કેટલાક વિસ્તારોના નામ વિવાદનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને “તુર્કી વાડ” જેવા વિસ્તારોના નામ બદલવા માટે સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. સાંસદ મુકેશ દલાલે પત્રમાં આવા “શત્રુ દેશો”ના નામ પરથી રાખવામાં આવેલા વિસ્તારોનું લિસ્ટ તૈયાર કરવા અને તેના બદલે વીર જવાનો કે મહાન પુરુષોના નામ આપવા સૂચન કર્યું છે. તેમની આ રજૂઆતથી શહેરમાં “તુર્કી” જેવા વિદેશી નામો અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. આ મુદ્દો હવે સુરતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ગરમાવો લાવી રહ્યો છે.