ગુજરાત

નહાર-સારોદ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયી: વાહનવ્યવહાર ખોરવાયો

જંબુસર તાલુકાના નહાર અને સારોદ ગામ વચ્ચે આજે વહેલી સવારે ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે જંબુસર-કાવી વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના કારણે અનેક વાહનચાલકો અને મુસાફરો રસ્તા વચ્ચે અટવાયા હતા.

વાહનચાલકો અને મુસાફરો અટવાયા

વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે રસ્તાની બરાબર વચ્ચે વિશાળ વૃક્ષ પડતાં અવરજવર અટકી પડી હતી. સરકારી બસો સહિત અનેક ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નાના વાહનચાલકોને વૈકલ્પિક રીતે કેનાલના રસ્તેથી પસાર થવાની ફરજ પડી હતી.

માર્ગ પુનઃસ્થાપિત

ઘણી જહેમત બાદ સ્થાનિકો અને રાહદારીઓની મદદથી આ ધરાશાયી થયેલા વૃક્ષને રસ્તા પરથી હટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ પુનઃસ્થાપિત થતાં વાહનચાલકો અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x