ગાંધીનગર જિલ્લાની વિવિધ સરકારી ITI ખાતે બેઠકો પર પ્રવેશ થયો શરૂ
ગાંધીનગર જીલ્લાની સરકારી આઈ.ટી.આઈ.ગાંધીનગર, કલોલ. માણસા,ચાંદખેડા, દહેગામ, અને ગાંધીનગર(મહિલા) આઈ.ટી.આઈ.ખાતે NCVT અને GCVT ની માન્યતા ધરાવતા એન્જીનીયરીંગ અને નોન એન્જી. પ્રકારના વોકેશનલ કોર્ષમાં એડમિશન-૨૦૨૫ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે. આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને સરકારશ્રીની ફ્રી બસપાસ, સાઈકલ,સ્ટાઇપેંડ જેવી વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવે છે. વોકેશનલ કોર્ષ પૂર્ણ થયેથી તાલીમાર્થીઓને એપ્રેન્ટીસ/પ્લેસમેન્ટ આપી રોજગારી ની તકો આઈ.ટી.આઈ.દ્વારા આપી તાલીમાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી નું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ધોરણ ૭ થી ૧૦ પાસ ઉમેદવારોએ ઓનલાઈન નિ:શુલ્ક પ્રવેશફોર્મ ભરવા માટે અને વધુ માહિતી માટે પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ ગાંધીનગર જીલ્લા/તાલુકાની નજીકની સરકારી સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે.